ARAVALLIGUJARATMODASA

ઓરિઓ બિસ્કિટ ખાતા પહેલા વિચારજો : આ દ્રશ્ય જોઈ આંખો પહોળી થઈ જશે, મોડાસામાં બિસ્કિટમાંથી નીકળી ઇયળો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ઓરિઓ બિસ્કિટ ખાતા પહેલા વિચારજો : આ દ્રશ્ય જોઈ આંખો પહોળી થઈ જશે, મોડાસામાં બિસ્કિટમાંથી નીકળી ઇયળો

 

સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટના ફુડમાં જીવજંતુ અને અખાદ્ય પદાર્થ નીકળવાની ઘટનાઓ બની રહી છે તેમજ જાણીતી કંપનીની નમકીન માંથી મરેલો દેડકો અને ગરોળી નીકળવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હવે બાળકોના સૌથી પ્રિય Mondelez International કંપનીના ઓરીયો બિસ્કિટના પેકેટ માંથી સડેલો બિસ્કિટ અને ઇયળ નીકળતા પરિવાર ચોંકી ઊઠ્યો હતો અને અખાદ્ય બિસ્કિટના ફોટો પાડી આ અંગે મોન્ડલેઝ ઇન્ટરનેશનલના ટ્વીટર એકાઉન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી હતી

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રહેતા એક પરિવારની દીકરીને ઓરિયો બિસ્કિટ ખુબ જ પસંદ હોવાથી વિવિધ મોલ સહિત શહેરની સ્થાનિક દુકાનમાંથી ઓરીયો original અને choco cream બિસ્કિટ ખરીદી કર્યા હતા શનિવારે ઘરમાં રહેલા ઓરિયો બિસ્કીટનું પેકેટ ખોલતાંની સાથે પરિવાર ચોંકી ઊઠ્યો હતો અંદરથી બિસ્કિટ સડી ગયેલો અને ઇયળ જોવા મળતા સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું અને આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરવા તજવીજ હાથધરી હતી અને અન્ય બાળકો પણ અખાદ્ય ઓરીયો બિસ્કીટનો ભોગ ન બને તે માટે મીડિયાનો સંપર્ક કર્યો હતો

મોડાસા શહેરમાં રહેતા એક પરિવાર માટે ઈન્ટરનેશનલ કંપનીના ઓરિયો બિસ્કિટથી મોહભંગ થયો હતો ઓરીયો બિસ્કિટનું રેપર ખોલતાની સાથે બિસ્કિટ સડેલો અને બિસ્કીટ ઉપર ઇયળ જોવા મળતાં તેમજ સડેલા બિસ્કિટના તંતુઓ જોવા મળતાં પરિવાર કંપનીની ઘોર બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને આ અંગે x પર ટ્વીટ કરી કંપનીને જાણ કરી હતી પરિવારના અગ્રણીના જણાવ્યા અનુસાર વિદેશમાં ઈન્ડિયન કંપનીની ફૂડ પ્રોડક્ટ્સ અખાદ્ય મળી આવે તો જંગી દંડ વસુલવામાં આવતો હોવાની સાથે કંપની સામે કાનૂની કાર્યવાહી અને પ્રતિબંધ ફરમાવા સુધીના પગલાં લેવા આવતા હોય છે ત્યારે ભારત સરકાર આ અંગે કંપનીની બેદરકારી સામે સખ્ત કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી

:- શું આ મામલાની થશે તપાસ?

ઓરીયો બિસ્કિટના પેકેટમાંથી સડેલો બિસ્કીટ અને ઇયળ નીકળવી ખુબ જ ગંભીર બાબત છે જો બાળક કે અન્ય કોઇ પણ વ્યક્તિ આ બિસ્કિટનું સેવન કરે તો સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે છે. એક બાજુ કોઈ હોટલ કે રેસ્ટોરાંમાં જીવાત આવે તો જે તે શહેરના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરીને સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે શું આ મોટી કંપની સામે બેદરકારી સામે સવાલો જે થઈ રહ્યા છે તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી હરકતમાં આવીને તપાસ કરશે? અને જો કોઈ બેદરકારી સામે આવે તો મોટા પગલાં ભરશે કે કેમ? સહિત અનેક ચર્ચાએ જોર પકડ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!