વાલીયા તાલુકાની વડ ફળિયા પ્રા.શાળા ખાતે યોજાયેલા ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’કેમ્પમાં લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો
*ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ ભરૂચ જિલ્લો*
***
**
***
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ – શનિવાર- વડાપ્રધાનશ્રી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘરબેઠા મળી રહે તે માટે દેશ-રાજ્યવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાની વડ ફળિયા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પના આજુબાજુના ગામ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો.
વડ ફળિયા પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા, આધાર કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, પોષણ વાટિકા, માતૃવંદના, રેશનકાર્ડની લગતી કામગીરી, ગંગાસ્વરૂપ યોજના સહિતની યોજનાઓના લાભો લીધા હતા.
વધુમાં કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી યોજનાઓના લાભો અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ અધિકારીશ્રી, સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
***