અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ટીંટોઇ આંગણવાડી કેન્દ્ર-6 ના કાર્યકરની ખરાબ વર્તણુક અને નબળી કામગીરીના આક્ષેપ સાથે લાભાર્થી વાલીઓએ DDO ને શિક્ષાત્મક પગલાં ભરવા અરજી કરી
મોડાસા તાલુકાની ટીંટોઈ ગામની આંગણવાડી કેન્દ્ર-6 ના કાર્યકર દ્વારા,ગત ગુરુવારે પાયાનું શિક્ષણ મેળવતા બાળકને માર મારવાના આક્ષેપ સાથે લાભાર્થી અને વાલીઓ હોબાળો મચાવી રોષ ઠાલવતા,મોડાસા ઘટકના ઇન્ચાર્જ CDPOની ટીમ ઘટના સાથે તપાસ કરી અહેવાલ ઉચ્ય કક્ષા એ રજૂ કરી દીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.આ બાબતે ઉચ્ય અધિકારી દ્વારા શુ પગલાં લેવાશે હોવાની માહિતી મેળવવા,એક મીડિયા કર્મીએ પોગ્રામ ઓફિસરને ફોન કરતા તેઓ એ ફોન રિસીવ કરવાનું મુસીબત માન્યું હતું,ત્રીજી વાર ફોન કરતા તેઓએ ફોન ઉપાડયો હતો,ફોન ઉપાડતા પત્રકારે નામ જણાવતા જ પોગ્રામ ઓફિસરે ફોન કટ દેતા સાવલો ઉઠ્યા હતા,પત્રકારે આ બાબતે DDO ને રજુઆત કરી હતી,અરવલ્લી જિલ્લાના સુપર ક્લાસવન અધિકારીઓ ગમેતે સમયે,મીડિયા કર્મીઓ ના ફોન રિસીવ કરી યોગ્ય માહિતી પૂરી પાડી શકતા હોય તો,કેમ આ અધિકારી પત્રકારો થી દુર ભાગી રહ્યા છે?અરવલ્લી ICDD વિભાગમાં છેલ્લા ઘણા સમયથી લાલીયાવાડી ચાલતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો ઉચ્યકક્ષાએ લેખિત રજુઆત કરી ચુક્યા છે,આવી મનસ્વી નીતિની ના કારણે ટીંટોઇ ગામના લાભાર્થી વાલીઓએ ન્યાય ના મળતા, ટીંટોઇ આંગણવાડી કન્દ્ર-6માં ફરજ બજાવનાર કાર્યકરની ખરાબ વર્તણુક અને નબળી કામગીરીના આક્ષેપ સાથે DDO ને શિક્ષાત્મક પગલાં ભરવા અરજી કરી છે.