વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-05 એપ્રિલ : જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભુજ દ્વારા કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી ગઢશીશા એકસટેન્શન સેન્ટરમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સૌપ્રથમ કોલેજની દીકરીઓ દ્વારા બેટી બચાઓ અંગેની જાગૃતતા લઈને રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ શ્રી પુંજાણી હાઈસ્કૂલ ખાતે આરોગ્ય શાખા દ્વારા બેટી બચાવો વિષય અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો. સેમિનારમાં બેટી બચાવો કાર્યક્રમના મુખ્ય ચેરપર્સન શ્રી રેખાબેન દવે એ દીકરીને ધ્યાનમાં રાખીને વક્તવ્ય આપ્યું હતું અને દીકરો-દીકરો એક સમાનના અભિગમ અપનાવવા આહવાન કર્યું હતું. આરોગ્ય શાખાના ઈસ્માઈલભાઈ સમા દ્વારા દીકરીની અગત્યતા અને જેન્ડર ઈક્વાલિટી વિષય પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે વિનોદભાઈ ઠકકર દ્વારા સ્વાસ્થ્ય વિષય પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત P.C.P.N.D.T.શાખામાંથી કિશોરસિંહ જાડેજાએ હાજરી આપીને દીકરીઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી શ્રી અબ્દુલભાઈ રાયમા દ્વારા પ્રસંગને અનુરૂપ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કાંતિલાલ વિગોરા દ્વારા તો આભારવિધિ શિક્ષિકાબેન ભક્તિબેન સુથાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું વ્યવસ્થાપન ગઢશીશા સેન્ટર કો-ઓર્ડીનેટર નીલભાઈ કનૈયા તથા શિક્ષકશ્રી એચ.એ.મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.