વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા- 03 જૂન : પ્રાથમિક શાળાઓના બાળકો માટે હરહંમેશ દાનની સરવાણી વહાવનાર અને કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપતા શિક્ષક દંપતિ એવા પ્રવિણભાઇ ભદ્રા તેમજ મીનાબેન ભદ્રાનું આજરોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઉમેશભાઈ રૂઘાણી, શિક્ષણ શાખાના હેડ કલાર્ક ધૃતિબેન મહેતા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, જટુભા રાઠોડ, યોગેશ જરદોશ સહિતના આગેવાનો દ્વારા ઢાલ- તલવાર અને સન્માનપત્ર વડે વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમની ઉત્કૃષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી હતી.