BANASKANTHAGUJARATPALANPUR

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ૧ સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ખાતે તારીખ ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રજૂ થનારા આ કાર્યક્રમમાં તા. ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ-ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતી વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ આધારિત લોકડાયરો તથા અંબાજી થીમ આધારિત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
માઇભક્તોને આ કાર્યક્રમને નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!