GUJARATJUNAGADHKESHOD

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજન વાડી ખાતે વાર્ષિક પરીવાર મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજન વાડી ખાતે વાર્ષિક પરીવાર મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજન વાડી ખાતે વાર્ષિક પરીવાર મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની શરૂઆત વંદે માતરમ્ થી કરવામાં આવી હતી સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, ઉપપ્રમુખ આર. પી. સોલંકી, જગમાલ નંદાણીયા વગેરે દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વર્ષ દરમિયાન થતા સેવાકીય, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રપ્રેમ જગાડતા પ્રકલ્પો અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપી તેમને શિલ્ડ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ સદસ્યો સહપરિવાર ઉપસ્થિત રહે છે અને સાથે ભોજન કરે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને પાંચ વર્ષ પૂર્ણ થતા પાંચમા વર્ષનું વાર્ષિક પરિવાર મિલન સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમ થી કાર્યક્રમની શરૂઆત કરી સ્વાગત ગીત અને પ્રમુખશ્રી મહાવીર સિંહ જાડેજા ના સ્વાગત પ્રવચન બાદ સંસ્થાનો ટૂંકો પરિચય નિશાંત તથા જયેન્દ્ર ઉનડકટ દ્વારા આપવામાં આવ્યો હતો ડો સ્નેહલ તન્ના દ્વારા પ્રાસંગિક વાતો કરતા આવેલ ત્યાર બાદ બાળકોની વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાવિવધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામા આવેલ કરાટે ચેમ્પિયન બાળકો દ્વારા કરાટેના વિવિધ દાવ અને સ્ટંટના કાર્યક્રમ રજુ થયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચૂંટણી પર્વના અનુસંધાને ભારતના લોકશાહીનો મુખ્ય મદાર જેના પર છે એવા મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટેનું એક ખુબ સરસ નાટક ” આવો મતદાન કરીએ ” જગમાલ નંદાણીયા દ્વારા ત્યાર કરવામાં આવેલ જે ભારત વિકાસ પરિષદ ના જયદિપ સોની અને કારોબારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 100 કરતાં પણ વધારે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા કાર્યક્રમ ની આભારવિધિ સચિવ દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએĺ સહ પરિવાર સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો અને કાર્યક્રમના બીજા સેશનમાં રાત્રે 9:00 વાગે જામજોધપુર ની બાળાઓ દ્વારા વર્તમાન સમયમાં સંતાનો અને મા-બાપ વચ્ચેના એક વૈચારિક ગેપને લીધે બાળકો જ્યારે ખાસ કરીને દીકરીઓ લવજેહાદ ભોગ બને છે કે ઘર છોડીને ભાગે છે ત્યારે મા-બાપની જે પરિસ્થિતિ થાય છે મા-બાપને જે વેદના થાય છે એમનો ચિતાર આપતું એક ખુબ સરસ નાટક “મા બાપ ની વેદના” રજૂ કરવામાં આવેલું હતું આ નાટક સાથે એક ધાર્મિક અને કોમેડી નાટક પણ રજૂ કરેલા હતા સમગ્ર કાર્યક્રમમાં તમામ સભ્યો નો પ્રત્યક્ષ કે પરોક્ષ ખૂબ સારો સહયોગ રહ્યો હતો તેમ જ છેલ્લા બે દિવસથી કારોબારી ટીમની જહેમતને અંતે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!