ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વહીવટી તંત્ર ને કરી રજૂઆત, તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા કલેકટર કચેરીએ રજૂઆત
સમીર પટેલ, ભરૂચ
આમ આદમી પાર્ટીનો ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાની કલેક્ટરને રજુઆત.
રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી-ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા આજ રોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેકટર એન.આર.ધાંધલને રજૂઆતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગળ ચોમાસાની ઋતુ દરમિયાન આ લોકોને ત્યાંથી દૂર ના કરવામાં આવે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે. તેમ પણ જણાવ્યું હતું. તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય આ લોકોને હાલ પૂરતા નહી હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માગ કરી હતી. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહી કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.