બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૬/૦૩/૨૦૨૫
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ – ૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોના પ્રમુખોની વરણી કરવામાં છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામની જાહેરાત ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રકાશ મોદીના નામની જાહેરાત થતા જ શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા પ્રકાશ મોદી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ઉપરાંત આર.એસ.એસ.ના આગેવાન અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળીના સાળા છે. શિરીષ બંગાળી પર ડી. ગેંગે હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું. ડી ગેંગ દ્વારા જાહેર કરાયેલ હિટલિસ્ટમાં પ્રકાશ મોદીનું નામ પણ હતું જે તે સમયે પ્રકાશ મોદીને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. પ્રકાશ મોદી ભાજપના પાયાના કાર્યકર છે અને હાલ તેઓ રાષ્ટ્રીય જન સંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા છે. પ્રકાશ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાવના કારણે ભરૂચમાં જાણીતો ચહે
રો છે.