BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત..
સમીર પટેલ, ભરૂચ
કલેકટર ગૌરવ મકવાણાએ એ ડીવિઝન પીઆઈ, પીએસઆઇ સહિત સ્ટાફ સાથે કરી ચર્ચા..
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની લઈ કામગીરી અંગેની માહિતી મેળવી હતી.ભરુચ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લા ની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે. ત્યારે આજે બપોર બાદ ભરુચ ના સોનેરી મહેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથક ની મુલાકાતે પોહચ્યાં હતા..જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેઓએ પીઆઈ વી.યુ. ગડરિયા, પીએસઆઇ કોમલ વ્યાસ સહિત સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથક ની કામગીરી પ્રજાકીય સુવિધા સહિત ની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા.