BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની શહેરના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે

સમીર પટેલ, ભરૂચ

દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રાષ્ટ્રધ્વજને સલામી આપશે ત્યારે હાલ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!