BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ ગ્રામ પંચાયત ચૂંટણી : ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, મામલતદાર કચેરીએ તેમજ તાલુકા પંચાયત ખાતે ઉમટી ભીડ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ આગામી ૨૨મી જૂને યોજાનારી ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને લઈને ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી. દિવસભર સરપંચ તેમજ સભ્યપદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા. મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. હવે સૌની નજર ૨૨મી જૂનના મતદાન દિવસ પર છે, જ્યાં મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે તેમજ આગામી ૨૫ મી જૂનના રોજ મત ગણતરી હાથ ધરાશે.