BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ઠાલવ્યો રોષ,સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી રેતી માફિયાઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેમાં તેઓએ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાની વિસ્ફોટક પોસ્ટ
રેતી માફિયાઓ સામે વ્યક્ત કર્યો રોષ
સોશિયલ મિડીયાની પોસ્ટથી ચકચાર
અધિકારીઓની મિલીભગતથી થાય છે રેતી ખનન
CM સુધી પત્ર લખીને કરાય તપાસની માંગ

ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેમાં તેઓએ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લાના શુકલતીર્થની જાત્રા દરમિયાન ચાર વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.જોકે ત્યારબાદ નર્મદા નદીમાં રેતી ખનન કરતા રેતી માફિયાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને આ ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાએ પણ રેતી માફિયાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.જોકે ખુદ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મનસુખ વસાવાએ પોતાનો રોષ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને ઠાલવ્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામે રેતી ખનનની કામગીરી અંગે જવાબદાર અધિકારીઓ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું,જોકે અધિકારીઓએ સ્થળ પર તપાસ કરીને કાર્યવાહી કરવાના બદલે રેતી માફિયાઓને ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ તેઓએ આ પોસ્ટ દ્વારા કર્યા છે. વધુમાં તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેક્ટર,પ્રાંત અધિકારી,ખાણ ખનીજ અધિકારી,પોલીસ અધિકારી,જિલ્લા તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ,અને રાજકીય નેતાઓની મિલીભગતથી રેતી માફિયાઓ બેરોકટોક ગેરકાયદેસરની પ્રવૃત્તિને સમર્થન આપી રહ્યાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.વધુમાં સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય સ્તરની ટીમ બનાવવા માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!