ભરૂચ: એક વર્ષ પહેલાં વૃદ્ધાની હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા બે સગીરોને પોલીસે ઝડપી પાડ્યા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા એક વૃધ્ધાની એક વર્ષ પહેલાં થયેલી હત્યાની કોશિશમાં LCB એ બે સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સી ડીવીઝન પોલીસ મથકમાં સોંપ્યા છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે મનન આશ્રમ માર્ગ પર આવેલા મકાનમાં 65 વર્ષીય દક્ષા શિવનંદન પટેલ એકલા રહે છે.ગત તારીખ 23 મી ઓગષ્ટ 2023ના રોજ દક્ષાબેન પોતાના ઘરમાં એકલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા.દક્ષાબેન પોતાના મકાનમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા.જોકે તેમની પુત્રી તેંમને કોલ કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.જેથી તેમની પુત્રી જમાઈએ તાત્કાલિક તેમના ઘરે દોડી જઈને જોતા મકાનના મુખ્ય દરવાજે અંદરથી તાળું મારેલું હતું.
પરતું પાછળનો દરવાજો થોડો ખુલ્લો દેખાતા અંદર જઈને ખોલી જોતા દરવાજો ખુલી જતાં મકાનમાં તપાસ કરતા તેમની સાસુ દક્ષાબેન લોહી લુહાણ હાલતમાં સેટીમાં પડ્યા હતા.પરતું તેઓ હોશમાં હોય તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મમાલે દક્ષાબેનના જમાઈ હર્ષકુમાર ભગવાનદાસ પટેલ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ભરૂચ જિલ્લા LCB પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણ ઉકેલાયા ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી. આ સમયે તેમની ટીમને માહિતી મળી હતી કે, 23 મી ઓગષ્ટ 2023ના ગુનાને અંજામ આપનાર બે સગીરો છે તેમને પકડી કચેરી ખાતે લાવી તેમની પૂછતાજ કરતા તેઓ બંને દક્ષાબેન પટેલના મકાનમાં ચોરી કરવાના ઇરાદે ગયા હતા પરતું દક્ષાબેન જાગી જતા ગભરાઈ ગયેલા સગીરોએ તેમના માથામાં લોખંડના પાઈપનો ફટકો મારીને ભાગી ગયા હતાં. જેથી LCB પોલીસે એક વર્ષ પહેલાં વૃધ્ધની હત્યાની કોશિશમાં બે સગીરોને ઝડપી વધુ તપાસ અર્થે સી ડીવીઝન પોલીસમાં સોંપ્યા છે.