BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ

સમીર પટેલ, ભરૂચ
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન, પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા ઘાટ પર હાથ ધરાયુ સફાઈ અભિયાન, જિલ્લાના 150થી વધુ અનુયાયીઓએ લીધો ભાગ, ભારત વર્ષમાં એક સાથે 1600થી વધુ જળાશયોની કરાઈ સફાઈ, સ્વચ્છ જળ સ્વચ્છ મનનાં સ્લોગનને સાર્થક બનાવવાનો પ્રયાસ

ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી,ભરૂચ બ્રાન્ચ દ્વારા “પ્રોજેક્ટ અમૃત” હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સંત નિરંકારી મિશનના વડા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં 1600થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચ, એકસાલ,ત્રાલસા, દહેજ, પખાજણ તથા આસપાસના ગામોના 150થી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો.નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!