ભરૂચ: શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સેવાયજ્ઞ સમિતિ ભરુચની મુલાકાત લીધી
સમીર પટેલ, ભરૂચ
શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓના સહયોગ્ય સાથે ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ની મુલાકાત લઈ તેઓના કાર્યોની માહિતી મેળવી સહયોગ ની ખાતરી આપી હતી. શ્રી સરદાર પટેલ સેવા દળ ના ભરૂચ ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે પધારેલ તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ગરીબ નિરાશ્રિત લોકો માટે સ્વાસ્થય,આશ્રય અને, જમવાની સુવિધા સહિત અનેક સેવાકીય કાર્ય કરતા સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી.
સેવાયજ્ઞ સમિતિના સેવાકીય કાર્યોને બિરદાવી સહાયની તૈયારી દર્શાવી : સેવા યજ્ઞ સમિતિની આશ્રય સ્થાનમાં અનેક લોકોની વિવિધ પ્રકારના રોગની સારવાર નિશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે. જે જાણી લાલજીભાઈ પટેલે સેવાયજ્ઞ સમિતિની સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાશે તે માટેની તૈયારી દર્શાવી હતી.