BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ,પાલનપુર ખાતે સંવિધાન દિવસની ઉજવણી,

27 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રીક કેળવણી મંડળ સંચાલિત જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુરના એન.એસ.એસ. યુનિટ દ્વારા તારીખ 26. 11.2024 ના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી .જેમાં એન. એસ. એસ.ના 36 જેટલા સ્વયંસેવકો દ્વારા રેલી અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને બંધારણનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, તે સમજાવ્યું હતું. અને ભારતના બંધારણના અંગીકરણના 75 વર્ષ થવા નિમિત્તે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોને યાદ કરી બંધારણના અધિકારો અને ફરજ વિશેની માહિતી આપી હતી.આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિ. ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજય પ્રજાપતિ અને કૉલેજના સ્ટાફ મિત્રો ડૉ.દીપકભાઈ. પટેલ ભારતીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતુ.




