અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને અજાણ્યો વાહનચાલક અડફેટે લઇ ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના બની હતી. વર્ષા હોટલ નજીકથી રસ્તો ક્રોસ કરી રહેલ વ્યક્તિને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વારંવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. હિટ એન્ડ રનની ઘટનામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વર્ષા હોટલ પાસેથી એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે વ્યક્તિને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતની સાથે જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યાવાહન ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારની રાત્રીએ પણ વર્ષા હોટલના યુ ટર્ન પાસે ઉભેલી બાઇકને ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર ત્રણ પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે વર્ષા હોટલ નજીકનો યુ ટર્ન અકસ્માત ઝોન બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે.