GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં બે શખ્સ દારૂનો જથ્થો સગેવગે કરતા હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી બે ઇસમોને વિદેશી દારૂની 109 બોટલ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામના હેલિપેડ પાછળથી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા, રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર અને આરોપી ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી, રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિં) વાળાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૯ કિંમત રૂપિયા ૩૨૯૧૫નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી..

Back to top button
error: Content is protected !!