BHARUCHBHARUCH CITY / TALUKO
હાંસોટ તાલુકા પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે ઉજવાયો
સમીર પટેલ, ભરૂચ
જીસીઈઆરટી અંતર્ગત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે ની પહેલ અન્વયે બાળકો દફ્તર વગર શાળાએ આવ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડે માં બાળકોને સફાઈ, સફાઈ અંગે પ્રદર્શન,માસ ડ્રિલ, યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.આ સાથે શૈક્ષણિક રમતો, ગીત – સંગીત જેવી પ્રવૃતિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બાળકોનો સર્વાંગીવિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે જેને શાળા પરિવારે ટીમવર્કથી સાર્થક કર્યો હતો.