AHAVADANG

ડાંગ જિલ્લામાં આજે ઝરમરીયો વરસાદ, ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનું કીડીયામણું ઉભરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યુ.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલમાં પ્રવાસીઓનું કીડીયારૂ ઉભરાતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા….                               રાજ્યનાં છેવાડે આવેલ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદ બાદ ગઈ કાલ બપોર પછી વરસાદનું જોર ઘટતા તમામ માર્ગો કે જ્યા વરસાદી પાણી ફરી વળ્યા હતા તે ખુલ્લા થતા જનજીવન વિધિવત રીતે ધબકતુ થયુ હતુ.ગતરોજ રાત્રીનાં અરસા દરમિયાન ડાંગ જિલ્લામાં માત્ર સરેરાશ 9 મી.મી.વરસાદ નોંધાવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં  શનિવારે જુદા જુદા વિસ્તારનાં 12 જેટલા માર્ગો વરસાદી પાણીનાં કારણે અવરોધાતા 20થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા હતા.તે તમામ માર્ગો પરથી વરસાદી પાણી ઓસરતા વાહન વ્યવહાર માટે પૂર્વવત થવા પામ્યા છે.વરસાદી વાતાવરણમાં ડાંગની પ્રકૃતિ અને અહીંના નૈસર્ગિક સ્થળોનું વાતાવરણ સૌંદર્યની સાથે હિલોળે ચડ્યા છે.અહી પ્રાકૃતિક વાતાવરણને માણવા આવતા પ્રજાજનો, પ્રકૃતિપ્રેમીઓ, પર્યટકો, અને વાહન ચાલકોને જિલ્લા વહીવટી તંત્રે કોઈ અકસ્માત કે અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી દાખવવા સાથે કેટલીક માર્ગદર્શક સુચનાઓ પણ જારી કરી છે.જેનુ પાલન કરવા અનુરોધ કરાયો છે.આ ઉપરાંત વન્ય પ્રાણીઓને તેમની પ્રકૃતિથી વિપરિત પ્રકારનો ખોરાક નહિ આપવા સાથે, વન વિસ્તારમાં મુક્ત રીતે વિહાર કરતા સરીસૃપ જીવો, હિંસક વનિલ પ્રાણીઓથી સાવધાન રહેવા પણ અપીલ કરવામાં આવી છે.લો લેવલ કોઝ વે કે નિચાણવાળા માર્ગો ઉપર જો વરસાદી પાણી ભરાયા હોય તો આવા માર્ગો, પુલોનો ઉપયોગ નહીં કરતા, તંત્ર દ્વારા સૂચવાયેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.ડાંગ જિલ્લામાં વરસાદને કારણે ક્યાંક વૃક્ષો, ભેખડો, કાળમીંઢ શિલાઓ સહિત માર્ગને અવરોધતો મલબો પડ્યો હોય, કે ક્યાંક વીજ પોલ અને વીજ તાર જેવા જોખમી સરંજામ પડ્યા હોય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.તંત્રનાં આ પ્રયાસોમાં સૌ પ્રજાજનો, પર્યટકોને સહયોગ આપવાની અપીલ સાથે, સલામત રીતે ડાંગના અણમોલ પ્રાકૃતિક સૌંદર્યને માણવા, અને તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત તથા મરામત કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ધૂમમ્સીયા વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ભારે વરસાદી માહોલમાં પણ ગિરિમથક સાપુતારા શનિ રવીની રજાઓમાં હાઉસફુલ થઈ જતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ વિવિધ નાદોનાં ગુંજારવ સાથે ગુંજી ઉઠ્યુ હતુ.રવિવારે સાપુતારા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા હોટલીયરો અને નાના ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 18 મિમી,વઘઇ પંથકમાં 27 મિમી અર્થાત 1.08 ઈંચ,સાપુતારા પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ,જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 40 મિમી અર્થાત 1.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!