બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા તા.૨૯ના રોજ આપેલ પ્રેસ નોટ આપી દરેક નાગરીકોને રાષ્ટ્ર સેવાની ભાવનાથી ભરૂચ જીલ્લા વહીવટી તરફ થી સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે.
અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ સુચના અને આદેશને લઈ ને તા.૦૨-૦૬-૨૫ થી લઇ ને તા.૦૬-૦૬-૨૫ દિન -૫ સમય સાંજ ના ૪ થી ૬ કલાક સુધી તાલીમ આપવામાં આવશે જેને લઈ ને નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી, ઇન્ચાર્જ તાલુકા અધિકારી સોહેલ પટેલ થકી નેત્રંગ તાલુકાના લોકો મોટી સંખ્યામા તાલીમ મેળવે તે ઉદેશને લઈ ને આ તાલીમ નેત્રંગ નગરમાં આવેલ શ્રીમતી.એમ એમ ભક્ત હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવેલ છે.સ્વંયસેવકોએ રજીસ્ટેશન કરાવેલ છે, ઉપરોકત તારીખે અચૂક હાજર રહેવુ
તાલીમ ના સ્થળે સ્વયંસેવકોએ પુરાવા તરીકે આધારકાર્ડ, ચુટણીકાર્ડ, રેશનકાર્ડ, ડાઇવીંગ લાયસન્સ, એલ.સી , લાઇટ બીલ પૈકી કોઈ પણ બે પુરાવા લાવવાના રહેશે, સ્વયંસેવકોને તાલીમ મેળવ્યા નુ પ્રમાણપત્ર આપવામાં આવશે.