GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. 1 લાખનું યોગદાન

દેશના વીર સૈનિકો અને તેમના પરિવારોની સહાય માટે ફાઉન્ડેશને ઉમદા સેવા કાર્ય કર્યું.

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દેશના વીર સૈનિકો અને તેમના પરિવારોની સહાય માટે ફાઉન્ડેશને ઉમદા સેવા કાર્ય કર્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા દેશની સરહદોનું રક્ષણ કરનાર સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરવામાં આવી છે ફાઉન્ડેશન દ્વારા દેશ સેવામાં ખડેપગે ફરજ બજાવતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાના આશય સાથે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો અર્પણ કરવામાં આવ્યો છે આ સેવા કાર્ય અંતર્ગત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૧,૦૦,૦૦૦ નો ચેક કલેક્ટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગરને અર્પણ કરવામાં આવ્યો હતો ફાઉન્ડેશનના આ પ્રેરણાદાયી પગલાથી સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓને વેગ મળશે રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલો આ ફાળો દેશ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે સૈનિકોના પરિવારોને આર્થિક રીતે સુરક્ષિત કરવાના હેતુથી કરવામાં આવેલું આ દાન સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાઉન્ડેશનની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!