અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર હાઇવે પર 24 કલાકથી ટ્રાફિકજામમાં વાહનો અટવાયાં હતાં. ગત રોજ અંકલેશ્વર આમલાખાડી બ્રિજના પર જ અકસ્માત સર્જાયો હતો. જેને લઇ બ્રિજથી લઇ રાજપીપળા ચોકડી થઇ 4 કિમિ વાહનની કતાર જોવા મળી હતી. જુના નેશનલ હાઈવે વાલિયા ચોકડી થી લઇ ગડખોલ બ્રિજ સુધી વાહન કતાર જોવા મળી હતી. વાલિયા રોડ તરફ ભડકોદ્રા સુધી વાહન લાઈન પહોંચી હતી. પ્રતિન ઓવરબ્રિજ થઇ જીઆઇડીસી ના માર્ગો પર પણ વાહનો ની લાઈન લાગી હતી. મોડી સાંજે રાજપીપલા ચોકડી પર અને રાત્રી ના વાલિયા ચોકડી પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ વધુ ધેરી બની હતી.પીક અવર્સ અને શનિ-રવિ રજા ના માહોલ અને લગ્નસરાની લઇ વાહનો અવરજવર વધી જતા વાલિયા ચોકડી , પ્રતિન ચોકડી, એસ.એ. મોટર્સ, મહાવીર ટર્નીંગ પર વાહનો કતારો જોવા મળી હતી. હાઇવે પર સર્જતાં અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પર રહેતા તે અડચણ રૂપ બને છે. અને 3 માર્ગીય રોડ સિંગલ ટ્રે નો બની જાય છે. જેને લઇ વાહનોની કતારો લાગી જાય છે. જે વાહન ક્યારે ક જિલ્લા ટ્રાફિક હટાવી દે છે. પણ કેટલાક કિસ્સા માં હેવી વાહનો હટાવા મુશ્કેલ બને છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી પાસે નાની ક્રેન હોવાથી હટાવી શકતા નથી.