BHARUCHNETRANG

નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડનો વર્ષ ૨૦૨૪-૨૫ ઐતિહાસિક નિર્ણય.

 

 

*૬૪ વર્ષ નાં ડેરી ના ઇતિહાસ માં પ્રથમ વાર સૌથી વધુ ભાવફેર*

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ તાલુકા ના ચાસવડ ગામ ખાતે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમીટેડ વર્ષ ૧૯૬૨ થી કાર્યરત છે. વિશાળ દૂધ ઉત્પાદકો નાં આર્થિક/સર્વાંગી વિકાસ ને કેન્દ્ર માં રાખી કામ કરતી એવી વ્ય. કમિટીની તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નાં રોજ મંડળીના પ્રમુખ કવિભાઈ કે. વસાવાની અધ્યક્ષતા માં મળેલ બોર્ડ મિટીંગ માં ૬૪ વર્ષ નાં ડેરી ના ઇતિહાસ માં પ્રથમ વાર સૌથી વધુ ભાવફેર વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રતિ લિટર ૭.૫૧ પૈસા ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.

 

આ ડેરીએ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૭૫,૩૩,૨૭૭ લિટર દુધ સંપાદન કરીને રૂ.૮૩,૧૫,૮૫,૯૯૭/- દુધ વેચાણ પેટે મેળવેલા છે. ભરુચ જિલ્લાના પૂર્વ વિસ્તારનાં આર્થિક રીતે નબળા વર્ગોના આર્થિક,શૈક્ષણિક અને સામાજિક સ્તરને ઊચું લાવવામાં આ ડેરીનો મુખ્ય ફાળો છે. ઘર આંગણે રોજગારી નું સર્જન કરતી આ ડેરી આ વિસ્તાર માટે જીવાદોરી સમાન છે.

Back to top button
error: Content is protected !!