GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નગરપાલિકા બનાવવાની કવાયત તેજ, અધિકારીઓને વધારાનો ચાર્જ સોપ્યો

TANKARA:ટંકારા નગરપાલિકા બનાવવાની કવાયત તેજ, અધિકારીઓને વધારાનો ચાર્જ સોપ્યો

 

ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજજો આપવાની જાહેરાત થઇ ચુકી છે અને હવે ટંકારાને નગરપાલિકા આપવાની કવાયત તેજ કરવામાં આવી છે જેમાં વિવિધ અધિકારીઓને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર, મ્યુનીસીપલ ઈજનેર સહિતનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે

પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોન દ્વારા વિવિધ અધિકારીઓને ટંકારા નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે જેમાં વાંકાનેર ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને ટંકારા પાલિકાના ચીફ ઓફિસર, માળિયા પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર વિવેક ગઢિયાને ટંકારા પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર તેમજ ગોંડલ પાલિકાના મ્યુનીસીપલ ડે.એકાઉન્ટન્ટ સોનલબેન કાચાને ટંકારા મ્યુનીસીપલ ડે. એકાઉન્ટન્ટનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!