BHARUCHBHARUCH CITY / TALUKO
જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં હાજર ન રહેતાં ચિંતનની ધરપકડ, બોરસદના ઠગાઇના કેસમાં પોલીસ લઇ ગઇ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની એક રાજકિય મહિલા આગેવાનને સોશિયલ મિડીયામાં બદનામ કરવાના અને તેની પાસેથી રૂપિયા ઠગાઇ કરવાના કારસામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતો ચિંતન પ્રભુદાસ પટેલ અગાઉ પકડાયો હતો. દરમિયાનમાં તેણે શરતી જામીન મેળવ્યાં હતાં. જોકે, કોર્ટમાં તે મુદતમાં હાજર રહેતો ન હોવાથી તેનો પકડ વોરન્ટ કાઢ્યો હતો. જેથી તે પોલીસ પકડથી બચવા માટે નાસતો ફભરતો હતો. બીજી તરફ 8 જાન્યુઆરીએ બોરસદમાં તેની સામે વિદેશમાં નોકરીના વિઝા અપાવવાના બહાને ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. દમરિયાનમાં ભરૂચ પોલીસને તે વડોદરાના જ દિનદયાલ આવાસ યોજનાના મકાનમાં રહેતો હોવાની બાતમી મળતાં ટીમે તેને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. તેના જામીન થતાં બોરસદ પોલીસે તેનો કબજો મેળવી તેને સાથે લઇ ગઇ હતી.