BHARUCH

નેત્રંગના ચાસવડ ખાતે ગૌચર અને ગામતળની જમીન પર કરાયેલા દબાણ હટાવાયા…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૪/૦૨/૨૦૨૫

 

નેત્રંગ તાલુકામાં આવેલ ચાસવડ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીન પર કરાયેલા દબાણ હટાવાયા. ચાંસવડ ગામે ગામના ૧૦ વ્યક્તિઓ દ્વારા ગામતળ, ગૌચર અને સરકારી જમીનમાં ગેરકાયદેસર ૧૨ જેટલા દબાણ કર્યુ હતું. જેને લઈને દબાણકર્તાઓને વખતોવખત નોટીશ આપવા છતા તેઓએ દબાણ સ્વૈચ્છિક દબાણ દૂર ન કરતા તા.૨૪/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ચાસવડ ગ્રામ પંચાયત દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.

 

જેમાં તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણી, ચાસવડ ગ્રામ પંચાયતના સરપંચ જશુબેન મનસુખ વસાવા, તલાટીકમમંત્રી, ગામના આગેવાનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૨ પૈકી ૫ ઝૂપડા તોડવામાં આવ્યા હતા. ૧ સ્વેચ્છાએ ઉતાર્યું. ૬ દબાણ કરતાએ આજીજી/વિનંતી કરતા સરપંછે ૨/૩/૨૦૨૫ સુધી નો સમય આપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!