BHARUCHJHAGADIYA

રાજપારડી માધુમતી ખાડીના પુલ નીચેથી રાજપારડીની ૫૩ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળ્યો

રાજપારડી માધુમતી ખાડીના પુલ નીચેથી રાજપારડીની ૫૩ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળ્યો

ઝઘડિયા તા.૨૫

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાજપીપલા તરફ જવાના મુખ્ય ધોરીમાર્ગ પર માધુમતી ખાડીના પુલ નીચેથી રાજપારડીની રહીશ ૫૩ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળ્યો હતો. રાજપારડી પોલીસમાં મૃતકના પુત્ર કલ્પેશ વસાવા રહે.કાલિયાપુરા રાજપારડીનાએ લખાવેલ ફરિયાદ મુજબ તેની માતા ભુરીબેન ઉર્ફે મીના ઉ.વ.૫૩ બે દિવસ અગાઉ તા.૨૩ મીના રોજ સવારે ૧૦ વાગ્યાના સમયે ઘરે હાજર જણાયેલ નહિ,ત્યારબાદ આજરોજ તેમનો મૃતદેહ રાજપારડીથી રાજપીપલા જવાના મુખ્ય ધોરીમાર્ગ પર આવેલ માધુમતી ખાડીના પુલ નીચેથી મળી આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયા અનુસાર ભુરીબેને કોઇ અગમ્ય કારણોસર પુલ પરથી નીચે કુદી જતા અથવા પડી જતા શરીર પર ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ મૃત મહિલાના રહસ્યમય મોત પરથી પરદો ઉંચકાશે એમ હાલતો જણાઇ રહ્યું છે.

ઈરફાન ખત્રી.

રાજપારડી

ઈરફાન ખત્રી
રાજપારડી / ઝઘડીયા

Back to top button
error: Content is protected !!