બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૬/૦૧/૨૦૨૫
દેશનું યુવાધન સાચી દિશા તરફ વળી ચોક્કસ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા પ્રેરીત થાય તેવા હેતુથી ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા તરફથી સ્વામી વિવેકાનંદનની ૧૬૨મી જન્મ જયંતિ અવસરે વી.ટી. ચોક્સી બી.એડ કોલેજ અઠવાલાઈન્સ ખાતે તેમના જીવન પર આધારીત એકોક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મંચન હરીશચંદ્ર સહાની દ્વારા અદ્દભૂત રીતે કરવામાં આવ્યું હતું.
૯૦ મીનીટની આ કૃતિમાં સ્વામી વિવેકાનંદના ચરિત્રને આબેહુબ રજુ કરવામાં હરીશચંદ્ર સફળ રહ્યા હતા અને પ્રેક્ષકાની દાદ મેળવી હતી. પરંપરા મુજબ કાર્યક્મની શરુઆત વંદેભારત ગીત અને દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. શાખા પ્રમુખ વિનેશ શાહએ ભારત વિકાસ પરીષદનો પરીચય આપી આવકાર પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ભારત વિકાસ પરીષદ એ સેવા સાથે સંસ્કારનું નિરુપણ કરતી દેશની અગ્રસેર બિન સરકારી સંસ્થા છે. જે નાના બાળકોને સંસ્કારીત કરવાની સાથે યુવાનોને યોગ્ય દિશા ચિંધવાનું કામ કરે છે.
સ્વામી વિવેકાનંદ યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે અને તેઓની એ સમયમાં કહેલી વાતો આજના સાંપ્રત અને આધુનિક સમય સાથે પણ મેળ ખાય છે. આ કૃતિ દ્વારા વિવેકાનંદની ઘણી અજાણી વાતો પણ ઉજાગર થઈ હતી અને પ્રેક્ષાગારમાં બેઠેલા કોલેજના ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓને ઘણી સ્પર્શી ગઈ હતી.
આ કાર્યક્મમાં ભારત વિકાસ પરીષદના ક્ષેત્રિય જનરલ જોઈન્ટ સેક્ર્ટરી પ્રફુલભાઈ ગોસ્વામી, ક્ષેત્રિય મહિલા અને બાળ વિકાસ સંયોજક વંદના શેઠ તથા પ્રાંત ઉપપ્રમુખ દિલિપભાઈ ચશ્માવાલા, પ્રાંત સહ સચિવ રાજીવભાઇ શેઠ, ડીસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર જિજ્ઞેશ ડુમસવાલા ઉપરાંત બીએડ કોલેજના આચાર્ય ડો.નલીન પટેલ તથા સર્વોદય કોલેજના આચાર્ય જિજ્ઞેશભાઈની હાજરી ઉલ્લેખનીય હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાખા સચિવ રવિરંજન કુમારએ કર્યું હતું અને જેમાં ઉપપ્રમુખ પ્રો. જયેશગીરી ગોસ્વામી અને શાખા ખજાનચી વિકાસ પારેખનો અમુલ્ય ફાળો રહ્યો હતો. અંતમાં શાખા મહિલા સંયોજક દામિનીબેન ઝવેરીએ આભારવિધિ કરી સાથે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.