ભરૂચની વી.સી.ટી ગર્લ્સ સ્કુલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચ ના ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ રીઝવાનાબેન તલકીન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સાથે વર્ષ દરમિયાન શાળા ની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય મહેમાન રિઝવાનાબેન એ કાર્યક્રમની પ્રશંસા કરતા વિધાર્થિનીઓને જીવન માં સફળતા પ્રાપ્ત કરવા મહત્વના સૂચનો આપતાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જીવનમાં સફળ બનવા સપના જુઓ અને દૂરદર્શિતા રાખી તમારું લક્ષ નક્કી કરો. નકારાત્મકતા થી દૂર રહી આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો. સફળતાના રસ્તામાં આવતા પડકારોનો હિંમતથી સામનો કરી આગળ વધો. વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને નાનકડી પ્રવૃતિ દ્વારા સમાજને કઈ રીતે મદદગાર બની શકાય તેની સમજૂતિ આપી. શાળાના સીઈઓ નુસરતજહા બેન અને આચાર્યશ્રી રફિયાબેન એ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી સફળતા માટે દિલી દુઆઓ પાઠવી હતી. શાળાના શિક્ષિકા બહેન શેખ મુબસ્સીરા બેન તેમજ (વિદ્યાર્થીનીઓ) પટેલ મિસબા અને ચોક્સી હુમેરા થકી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સુંદરતા પૂર્વક કરવામાં આવ્યું હતું.



