GUJARATKARJANVADODARA

ગુજરાત રાજ્યના ઈ ગ્રામ વિશ્વગ્રામ કર્મીઓને એકા એક ફરજ પરથી મુક્ત કરાયા.

મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ ફરજ પર થી મુક્ત કરેલ ગુજરાત રાજ્યના કર્મચારીઓના હિતમાં ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર શ્રી ને લેખિતમાં કરી રજૂઆત.

નરેશપરમાર. કરજણ,

ગુજરાત રાજ્યના ઈ ગ્રામ વિશ્વગ્રામ કર્મીઓને એકા એક ફરજ પરથી મુક્ત કરાયા..

મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ ફરજ પર થી મુક્ત કરેલ ગુજરાત રાજ્યના કર્મચારીઓના હિતમાં ગાંધીનગર ખાતે વિકાસ કમિશનર શ્રી ને લેખિતમાં કરી રજૂઆત.ગુજરાત રાજ્યના વિવિધ તાલુકા પંચાયત મથકે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ફરજ બજાવતા TLE/મેન પાવર/૧૫fc TA એના કર્મચારીને ફરજ પરથી એકાએક મુક્ત બાબત નો પત્ર ની મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ ને જાણ થતા તેઓ એ ગાંધીનગર ખાતે આવેલ વિકાસ કમિશનર સાહેબ શ્રી ની કચેરી ખાતે રૂબરૂ મળવા ગયા હતા. મિનેષભાઈ એડવોકેટ તેમને કરેલ લેખિત રજૂઆત માં જણાવે છે કે ગુજરાત રાજ્ય માં છેલ્લા લગભગ 18 વર્ષથી રાજ્ય સરકારની તાલુકા કક્ષા એ ચાલતી ઇ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત TLE પોસ્ટ ઉપર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા તેઓને ફરજ પરથી મુક્ત કરવાનો પત્ર મળતા ગુજરાત રાજ્યના કર્મચારીઓ હતાશ થયા છે.કર્મચારીઓના પરિવાર તથા બાળકોના ભવિષ્ય પર માઠી અસર જોવા મળશે. મિનેષભાઈ એડવોકેટ તારીખ ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે કર્મચારી હિતમાં રૂબરૂ મળવા માટે ગયા હતા પરંતુ કચેરી તરફ થી જણવવામાં આવ્યું કે આગામી દિવસોમાં આણંદ ખાતે સી.એમ સાહેબનો કાર્યક્રમ હોય જેથી વિકાસ કમિશનર સાહેબ કે ડેપ્યુટી વિકાસ કમિશનર સાહેબ શ્રી ત્યાં ગયેલ છે.છેલ્લા સતત ૧૮ વર્ષથી ગુજરાત રાજ્યમાં સેવા આપી રહેલ કર્મચારીઓના પરિવાર તથા તેમના બાળકોના હિત માટે લેખિતમાં ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર સાહેબ શ્રી ને રજૂઆત કરી છે કે આ તમામ કર્મચારીને ફરીથી ફરજ ઉપર હાજર કરવામાં આવી તેવી માંગ એડવોકેટ મિનેશભાઈ કરી છે..

Back to top button
error: Content is protected !!