BHARUCH
દારૂના કેસનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ભરૂચ એ ડિવિઝન પોલીસે રવિ રાવલને પકડી પાડ્યો, નબીપુર પોલીસને સોંપ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે આરોપી રવિ રાવલની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થાય તે માટે વિશેષ સૂચનાઓ આપી હતી. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડૉ. એ.જે.સિસારાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયાની સૂચના મુજબ, પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એ.વી.શિયાળીયાની ટીમે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી રવિ રાવલને નબીપુર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.