બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ ઠેર-ઠેર નાની-મોટી છાણા તથા લાકડા ની હોળી ગોઠવીને વિધિવત પ્રાગટય સાથે શ્રધ્ધાળુઓ શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે હોળી માં ની કરી પ્રદક્ષિણા કરે છે.
આસુરી અહંકાર ઉપર ભક્તિની શક્તિનાં વિજયનું મહાપર્વ એવી હોળીની આજ રોજ સમગ્ર નેત્રંગ તાલુકા સહીત આસપાસ ના ગામોમાં ભક્તિભાવ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી. ઠેર-ઠેર નાની-મોટી છાણાની તથા લાકડાની હોળી ગોઠવીને રાત્રી ના મુહૂર્તમાં વિધિવત પ્રાગટય કરવામાં આવ્યું. આ સાથે શ્રધ્ધાળુઓ પ્રજ્જવલીત હોળીમાં શ્રીફળ, ખજૂર, ધાણી, દાળીયા વગેરે હોમીને પ્રદક્ષિણા કરવામાં આવી. આ ઉપરાંત હોળી પ્રગટયા બાદ તેની જ્વાળાઓના આધારે જાણકારો આગામી વર્ષનું પૂર્વાનુમાન કરતા હોય છે. હોળીના બીજા દિવસે હર્ષોઉલ્લાસ સાથે રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવી.