મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરાયું
**
*****
*સુધારા-વધારા યાદીમાં કોઈ સલાહ-સુચનો હોય તો તા. ૧૦મી જુલાઈ૨૦૨૫ સુધીમાં મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાં રજુઆત કરવા જાહેર જનતાને અપીલ*
******
ભરૂચ – શનિવાર – મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના તા.૦૧/૦૭/૨૦૨૫ ના પત્ર ક્રમાંક:પીએસટી /૧૦૨૦૨૫/૬૪૩/છ થી તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોનું પુનર્ગઠન કરવા સુચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અગાઉ કુલ-૧૩૪૨ મતદાન મથકો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૪૧ નવા મતદાન મથકો, ૫૪ પ્રભાગની પુનઃરચના/ફેરબદલ અને ૨૫(પચ્સીસ) મતદાન મથકોના સ્થળ/નામમાં ફેરફાર કરવામાં આવેલ છે.
આ સુધારા-વધારા યાદી જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની વેબસાઈટ https://bharuch.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઇ સલાહ-સુચનો હોય તો તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીમાં રજુઆત કરવા આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. તેમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.