GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું.

તા.07/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના ઉપાસના સર્કલ 80 ફુટ રોડ અને 60 ફૂટ રોડ ઉપર બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ત્યારે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પ્રારંભ થઈ ગઈ છે ત્યારે 11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવવાની છે 13 એપ્રિલ ફોર્મ ચકાસણી થવાના છે 15 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને 26 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થાય તે માટે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હરદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા શહેરના ઉપાસના સર્કલ 80 ફુટ રોડ 60 ફૂટ રોડ અને અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી યોજાઈ અને કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થા ન કથળે તેવી તકેદારી રાખવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પોલીસ અધિકારી પણ જોડાયા હતા અને પેટ્રોલિંગ દરમિયાન રોડ રસ્તા ઉપર પડેલા વાહનો ફટકારવામાં આવ્યા હતા અને ડિટેન કરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!