BHARUCHBHARUCH CITY / TALUKO

ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત, ભરૂચમાં જશ્નનો માહોલ:હાથમાં તિરંગા અને ઢોલ-નગારાના તાલે લોકોએ ઉજવણી કરી, ફટાકડા પણ ફોડ્યા


સમીર પટેલ, ભરૂચ

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો છે. આ ભારતની સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીત છે. ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં જીતની ઉજવણીનો માહોલ જામ્યો હતો.
નાના-મોટા સૌ લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નીકળી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે લોકોએ નૃત્ય કર્યું હતું. પાંચબત્તી સર્કલ પર ‘ઈન્ડિયા-ઈન્ડિયા’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ફટાકડા અને આતશબાજીથી સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર લોકોની ભીડ જામી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહ્યો હતો.
આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!