MEHSANAVIJAPUR

વિજાપુર દેવડા ગામે દશામા વાળા ઠાકોર વાસ પાછળ અંબાવાડિયા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વિજાપુર દેવડા ગામે દશામા વાળા ઠાકોર વાસ પાછળ અંબાવાડિયા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના દેવડા ગામે દશમા વાળા ઠાકોર વાસ પાછળની ખુલ્લી જગ્યા માં જુગાર રમતા ત્રણ ઈસમો ને પોલીસે ઝડપી પાડી મુદામાલ જપ્ત કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વસઈ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગ માં હતા. તે દરમ્યાન દેવડા ગામ પાસે ખાનગી રાહે બાતમી મળી હતીકે ગામના દશમા વાળા ઠાકોર વાસ પાછળ આબાવાડિયા માં કેટલાક ઈસમો ભેગા મળીને પોતાના આર્થીક ફાયદા માટે ટોળું વળીને ગંજીફા નો જુગાર રમી રહ્યા છે તેવી મળેલી બાતમી ના આધારે પોલીસે ખરાઈ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ જણા પરબતજી વિહાજી ઠાકોર તેમજ ભરતસિંહ પ્રતાપજી રાઠોડ તેમજ કરસનજી ફુલાજી ઠાકોર ને ઝડપી લઇ રૂપિયા 2150 રોકડા તેમજ ગંજી પાના સહિત નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ત્રણ સામે જુગરધારા ની કલમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!