
પાલીતાણામાં નિકુલસિંહ સરવૈયા દ્વારા ‘વિધારત અભિવાદન સમારોહ’ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પાલીતાણા હોટેલ નંદીની ખાતે સામાજીક-રાજકીય અગ્રણી નિકુલસિંહજી સરવૈયા (હોટેલ નંદીની) તથા શિવરાજસિંહ નિકુલસિંહ સરવૈયા દ્વારા ‘વિદ્યારત અભિવાદન સમારોહ’ અને ‘સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાઈ ગયો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પાલીતાણા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મિલનભાઈ રાઠોડ, મુસ્લિમ ધર્મગુરુ હાજીઅમાનતબાપુ ચિશ્તી, હાજી કૌસરબાપુ ચિશ્તી તથા વિક્રમસિંહ ગોહિલ (ટોડી) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં, મુકેશભાઈ રાઠોડ, દેવેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ જાડેજા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ દરમિયાન પાલીતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા નિકુલસિંહ સરવૈયાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5 મા રહેતા વિધાર્થીઓ જેમણે અભ્યાસ દરમિયાન પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા હતા તે તમામ વિધાર્થીઓ ને આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે સિલ્ડ આપી ને સંન્માનીત કરી ઉજ્વળ ભવિષ્ય ની શુભકામના પાઠવી તેમજ વાલીઓ અને તમામ મહેમાનોએ હોટેલ નંદીનીનું સ્વાદિષ્ટ ભોજન લીધા બાદ આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
જીશાન ખુંટ પાલીતાણા







