AHAVABHAVNAGARDANGTAPIVALSAD

ગુજરાતમાં ફરી માવઠું ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે ગરમીથી બચવું મુશ્કેલ બની ગયુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી કરાઇ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે બફારાવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.

Back to top button
error: Content is protected !!