
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવીએશન માર્કેટ બની ગયું છે: કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
—
ભાવનગરના જન પ્રતિનિધિશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી કરાયું સન્માન
——
ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુનો અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ, રીંગ રોડ ભાવનગર ખાતે યોજાયો હતો.
આ તકે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી કે. રામમોહન નાયડુનું કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબીનેટ રાજ્ય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમ ભાઈ ચૌહાણ દ્વારા હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીને ભાવનગરની ઓળખ સમા મોતીકામથી બનાવેલ વિમાનની સ્મૃતિભેટ આપી ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું.
અભિવાદન સમારોહને સંબોધતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ભાવનગરની જનતા વતી પ્રધાનમંત્રી શ્રી તેમજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવીએશન માર્કેટ બની ગયું છે. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા જે સંખ્યા વધીનેવર્ષ 2026 સુધીમાં 165 થઈ ગઈ છે. ભાવનગર નજીક ધોલેરામાં પણ નવા એરપોર્ટ નું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતની બદલાતી તસવીર છે. ભાવનગર વિકાસનું નવું ગેટ વે બનવા જઈ રહ્યું છે. વિકાસના નવા અવસરો ભાવનગરને પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં આ એર કરેક્ટિવિટીની ભૂમિકા ઘણી મહત્વની સાબિત થશે.
અલંગથી ઓળખ ધરાવતા ભાવનગરના લોકો જહાજને જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ અને સન્માન હવાઈ જહાજને પણ આપે છે તે જાણી ઘણો આનંદ થયો તેમ કહેતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે રામમોહન નાયડુએ તેમના અભિવાદન બદલ ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હવાઈ ક્ષેત્રના વિકાસની ભૂમિકા ઘણી જ મહત્વની બની રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ થઈ રહી છે. ભારત સરકારની ઉડાન યોજના એક ક્રાંતિકારી યોજના છે જેની પ્રેરણા વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે. ઉડાન યોજનાની સફળતાને ધ્યાને લઈ આવનાર 10 વર્ષોમાં ઉડાન યોજના માટે 28 હજાર કરોડ નું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આવનાર 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપેડ બનાવવાનું લક્ષ્ય છે. વધુમાં તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે વિમાન પ્રવાસ એ લક્ઝરી ગણાતો હતો મધ્યમ વર્ગની કલ્પનામાં પણ નહોતો. જે હવે પ્રધાનમંત્રીશ્રી મોદીજીની ઉડાન યોજના બાદ વિમાન પ્રવાસ માત્ર ખાસ વ્યક્તિઓ માટેનો ના રહેતા આમ જનતા માટેનો થઈ ગયો છે.
સમારોહમાંઆગેવાન શ્રી દિગ્વિજય સિંહ ગોહિલ, આગેવાન શ્રી કુમાર ભાઈ શાહ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીને મોમેન્ટો અને બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના શ્રી પ્રકાશભાઈ ગોરસિયા, શ્રી તેજસભાઈ શેઠ, શ્રી અશોકભાઇ કોટડીયા, શ્રી બૈજુભાઈ મેહતા અને શ્રી નિલેશભાઈ નાણાવટી દ્વારા મોમેન્ટો અને બુકે અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ શીપ રિસાઇક્લિંગ અસોશિએશન, CREDAI ભાવનગર, ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન, ડાયમંડ મેન્યૂફેચરિંગ એસોસિયેશન, ઇનરવ્હીલ ક્લબ દ્વારા મોમેન્ટો અને બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
લીલાગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી કોમલકાંત શર્મા તેમજ દિવ્યાંગજન પહેલ સાથે જોડાયેલ ગ્રુપ શીપ રિસાયકલ ઍસોસિયેશનના શ્રી હરેશભાઈ પરમાર, ક્રેડાઈ ભાવનગરના શ્રી સચિનભાઈ પાઠક, શેઠ કન્સ્ટ્રક્શન શ્રી અપૂર્વભાઈ શેઠ, શ્રી ચેતનભાઈ કામદાર, શ્રી તુલસીભાઈ પટેલ અને યંગ ઈંડિયન્સ દ્વારા બુકે આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર શ્રી ડો. મનીષ કુમાર બંસલ, કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, સિવિલ એવિયેશન સેક્રેટરી શ્રી સમીર સિંહા, એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેનશ્રી વિપીનકુમાર,એરપોર્ટ ડાયરેક્ટરશ્રી તપનકુમાર નાયક, એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ શ્રી મનિષકુમાર અગ્રવાલ સહિતના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ જિશાન ખુંટ










