GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્લાસ્ટિક મુક્ત અભિયાનને સફળ બનાવવા ભાયાવદર નગરપાલિકાની ઉમદા પહેલ

તા.૧૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

માય થેલી’ થીમ હેઠળ નગરજનોને જુના કપડામાથી વિનામૂલ્યે થેલી બનાવી અપાશે

Rajkot: ગામડાઓ, શહેરો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત” અભિયાનને સફળ બનાવવા ભાયાવદર નગરપાલિકાએ ઉમદા પહેલ શરૂ કરી છે. પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અન્વયે ”MY THELI’ ઇવેન્ટ હાથ ધરાઈ છે. જે અંતર્ગત જે નગરજનો પોતાના ઘરના જુના કપડા લઈને આવશે, તેઓને સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા તે કપડાંની થેલી વિનામૂલ્યે સ્થળ જ પર બનાવી આપવામાં આવશે.

તા.૩૧ ઓક્ટોબર સુધીમાં રીલાયન્સ ટેલી સેન્ટર ખાતેથી દર ગુરુ અને શુક્રવારે સવારે ૧૦ થી ૨ સુધી અને બપોરે ૩ થી ૬ સુધી નગરજનોને સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા સ્થળ પર જ કાપડની થેલી બનાવી આપવામાં આવશે.

નગરજનો સૌ સાથે મળી ભાયાવદર નગરપાલિકાને પ્લાસ્ટિકમુક્ત કરવા સહભાગી બનવા અને કાપડની થેલીનો જ ઉપયોગ કરી અન્ય લોકોને પણ કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા આપવા નગરપાલિકાએ નગરજનોને અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!