BHILODAGUJARAT

ભિલોડા વનવિભાગે જંગલમાં દવ લગાવનાર ગુનેગાર ને દબોચ્યો, જંગલોમાં આગ લગાવનારાઓમાં ફફડાટ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા વનવિભાગે જંગલમાં દવ લગાવનાર ગુનેગાર ને દબોચ્યો, જંગલોમાં આગ લગાવનારાઓમાં ફફડાટ

અરવલ્લી જીલ્લાના ભિલોડા ક્ષેત્રિય રેન્જ, સ્ટાફના રાઉન્ડ દરમિયાન ભિલોડા તાલુકાના પાદરા (ઉબસલ) ગામના પ્લોટમાં સુભાષભાઈ રમણભાઈ ડુંડ દ્વારા મહુડાના ઝાડ નીચે સાફ સફાઈ કરવા માટે આગ લગાવતા સદર આગ સને. ૨૦૨૩/૨૪ કેમ્પા લીડર પ્લોટમાં પ્રવેશી જતાં ૩૦૦ વાવેતર રોપા, અંદાજીત ૧ હેકટર જેટલા વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થયેલ હતી.મેં. ૫. વ. અ. ભિલોડાના સુચન મુજબ ગુનેગારે ગુનો કબુલ કરતા તેમની પાસેથી વનરાજીની નુકસાની પેટે રૂપિયા ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પુરા/-) ડિપોઝીટ પેટે વસુલ કરી ૧૦૦ રૂપિયા ના સ્ટેપ પેપર પર જાતમુચરકા, જામીનખત પર મુક્ત કરેલ છે.ભિલોડા વન વિભાગ ધ્વારા ન્યાયિક આગળની કાર્યવાહી કરેલ છે.વનરાજી ને નુકસાન પહોંચાળતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. –

Back to top button
error: Content is protected !!