અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ આયોજીત સમાજ શિક્ષણ શિબિર યોજાઈ
શ્રી વાલ્મિકી સેવા મંડળ કુંડોલ તેમજ મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ મોડાસા અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ વિકાસ વિભાગ આયોજીત સમાજ શિક્ષણ શિબિર જિલ્લા સદસ્ય વનરાજભાઈ આર ડામોર ના અધ્યક્ષ સ્થાને શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે યોજાઈ,કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને ભજન, ધૂન દ્વારા કરવામાં આવી સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા વતી શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે કાર્ય શિબિરમાં ઉપસ્થિત મહેમાનો અને શિબિરાર્થીઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમાજ શિક્ષણ શિબિર અંગેની જાણકારી આપવામાં આવી હતી, જયેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ આદિજાતિ વિકાસ મંડળના સભ્ય દિનેશભાઈ એસ વિસાત દ્વારા સમાજમાં શિક્ષણ વિશે જાણકારી આપવામાં આવી હતી, સમારંભ અધ્યક્ષ વનરાજભાઈ આર ડામોર એ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી તેમજ વિસ્તારમાં કેવી રીતે યોજનાઓ મેળવી શકાય તેની વિસદ સમજ આપી હતી તેમજ લોક ઉપયોગી થવાની ખેવના વ્યક્ત કરી હતી, આ કાર્યક્રમમાં મગનભાઈ બારીયા, શંકરભાઈ કળબ,રવજીભાઈ ડામોર, તેમજ કચેરીમાંથી કાનજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કુંડોલ,કાગડા મહુડા,સરકી લીમડી, ગામમાંથી વિશાળ સંખ્યામાં શિબિરાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, શાળાના મદદનીશ શિક્ષક જગદીશભાઈ બારીયા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુવકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.