વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ તા. ૩૧ માર્ચ : ભુજના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી હસુમતીબેન પરમારની પોતાના વતન સરસ્વતિ ( પાટણ ) ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ અને તેમના સ્થાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ જેમને સોંપવામાં આવ્યો છે એવા નિલેશભાઈ ગોરને ભુજ તાલુકા પ્રા શિક્ષક સમાજ દ્વારા આવકાર આપવાનો કાર્યક્રમ ટી.પી. ઈ. ઓ. કચેરી, ભુજ ખાતે યોજાયો હતો. જિલ્લા પ્રા.શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ખજાનચી કાંતિભાઈ સુથારે સૌને આવકાર્યા હતા. વિદાય લઈ રહેલા અને નવનિયુક્ત બંને શિક્ષણાધિકારીઓને તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શાલ ,મોમેન્ટો તથા પ્રતીક ભેટ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે ભુજ તાલુકા મંડળી, જિલ્લા મંડળી, ગૃપ આચાર્યો, સી.આર.સી. ઉપરાંત વ્યક્તિગત રીતે પણ તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા મંડળીના પ્રમુખ રાજેશ ગોર સહિતનાઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદાય લઈ રહેલા હસુમતીબેન પરમારની કામગીરીને બિરદાવી હતી સાથે નવા આવેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોરના કાર્યકાળમાં શિક્ષકોના બાકી પડતર પ્રશ્નો ઉકેલાશે તેવો આશાવાદ વ્યક્ત કરી બંન્નેને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ છેલ્લા એક વર્ષમાં શ્રીમતી પરમારે તાલુકાના શિક્ષકો માટે કરેલા કામોનું વર્ણન કરી સો ટકા પેન્ડિંગ કામો પૂર્ણ કરવાનો યશ તેમને આપ્યો હતો. જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ નવનિયુક્ત પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોરના વહીવટી અનુભવનો લાભ તાલુકાના શિક્ષકોને મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવમાં હસુમતીબેન પરમારે કચ્છ જિલ્લાનો આદર સત્કાર અને.પ્રેમભાવ ક્યારેય નહીં ભૂલાય તેવું જણાવી શિક્ષક સમાજનો ઋણ સ્વીકાર કર્યો હતો તો નિલેશ ગોરે સૌના સહિયારા પ્રયાસો થકી તાલુકાના પ્રાથમિક શિક્ષણને
વધુ ગુણવત્તાલક્ષી બનાવવા સાથે શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી ઉચ્ચારી હતી.
કાર્યક્રમમાં ભુજ તાલુકામાંથી નવા વરાવેલા કેળવણી નિરીક્ષકો કિશોર વેકરિયા, રવિ સોલંકી અને ગૌતમ ચૌધરીનું પણ તાલુકા સંઘ વતી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના કાયમી દાતા એવા શ્રીમતી મીનાબેન પ્રવિણ ભદ્રાનું ઉપસ્થિતોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલન મહામંત્રી મેહુલ જોશીએ જ્યારે આભારવિધિ જયેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.
આયોજનને સફળ બનાવવા ગણેશ કોલી, હાર્દિક ત્રિપાઠી , ધવલ ત્રિવેદી, મયુરાજસિંહ જાડેજા, પરેશ છાત્રોડીયા, અનિરુદ્ધસિંહ જાડેજા ઉપરાંત મહિલા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.