અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વાહન ચોરીનો મોટો ભેદ ઉકેલાયો, સગીરે ચોરી કેરેલ એક્ટિવા પાણીમાં નાખી દૂધી : LCB એ 3 આરોપીની ધરપકડ કરી
છેલ્લા કેટલાય સમયથી જિલ્લા માં પાર્ક કરેલ ટુવહીલર વાહનો ની ચોરી ની ઘટનાઓ માં વધારો થતો ગયો છે ત્યારે જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેનકીકલ સર્વેલન્સ ની મદદ અને બતમીદારો રોકી વાહન ચોરી ના ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે
અરવલ્લી જિલ્લા એલસીબી અને એસઓજી ની ટીમ ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા એ દરમિયાન બાતમી મળેલ હતી કે પાદર મહુડી ગામે રહેતા સગીર આરોપીએ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરેલ છે અને એ ચોરી કરેલ એક્ટિવા સગીરે પોતાના ઘરે સંતાડી રાખેલ છે અને આ સગીર તથા મેઘરજ ના ગેડ નો રહેવાસી સુભાષ ડામોર શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે એવી બાતમી હકીકત આધારે પોલીસ ની ટિમ પાદર મહુડી ગામે સગીર ના ઘરે પહોંચી હતી અને સગીર તેમજ સુભાષ ડામોર ને સાથે રાખી ઘરની આજુબાજુ તપાસ કરતા ઘર પાછળથી ચોરાયેલ બે એક્ટિવા તથા ચોરાયેલ એક્ટિવાના એન્જીન,ચેચીસ,બે ટાયર,સ્ટેરિંગ રોડ,પેટ્રોલટાંકી, તથા અન્ય બે સ્પેરપાર્ટ મળી આવેલ,આ સ્પેરપાર્ટ આઠ માસ અગાઉ મેઘરજ ના ધરોલા ગામે લગ્ન માં ગયેલ હતો તે વખતે એક ખેતર માં પાર્ક કરેલ એક્ટિવા ની ચોરી કરેલ ,એ સિવાય મોડાસા ટાઉન ,રુલર અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અલગ અલગ પાંચ એક્ટિવા અને સ્પેરપાર્ટ ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ કામ માં સંડોવાયેલ બીજા આરોપી નૈનેશ ખેમાં મનાત ની પણ પોલીસે ધરપકડ કરી છે અને હાલ પોલીસે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી બે એક્ટિવા તથા સ્પેરપાર્ટ સહિત કુલ 90 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
વધુમાં સગીર વયના આરોપીને શંકા જતા કે પોલીસ વોચ રાખી રહી છે જે અન્વયે સગીર વયના આરોપી એ ચોરી કરેલ એક્ટિવા ને રેલ્લાંવાડા પાસે આવેલ ગેડ ગામ નજીક નદીમાં પાણીમાં નાખી દીધેલ હતી. ત્યાર બાદ આરોપી પોલિસની પકડમાં આવી જતા સગીર વયના આરોપી એ ચોરી કરેલ એક્ટિવા ની કબૂલાત કરતા અને એક્ટિવા જ્યાં નાખી દીધેલ હતી તેની માહિતી આપતા LCB ટીમે આરોપી ને સાથે રાખી ચોરી કરેલ એક્ટિવા નદીના પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ મળતી મહિતી તેમજ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અન્ય એક્ટિવાના સ્પેરપાર્ટ અંગે પણ માહિતી મળતા રેલ્લાંવાડા બજારમાં વાહન રીપેરીંગ કરનાર ગેરેજ માંથી એન્જીન મળી આવતા અન્ય મુદામાલ પણ હાથ લાગ્યો હતો અને આમ LCB ટીમે રેલ્લાંવાડા વિસ્તારમાં વોચ રાખી વણ ઉકેલાયેલ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી