GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સ્વયંમ સૈનિક દલ દ્વારા મામલતદાર ને જુદાજુદા બે આવેદનપત્ર સુપ્રદ કરી ગુજરાત પાઠય પુસ્તક મંડળ દ્વારા શાળા માં ધોરણ 12 સમાજવિદ્યા પુસ્તક માં બૌધ્ધ ધર્મ વિશે ની માહીતી દૂર કરવા રજૂઆત કરી

શાળમાં સમાન ધર્મો ને ન્યાય આપી ભગવદ્દ ગીતા સાથે દરેક ધર્મના મૂલ્યો સિધ્ધાંતો પાઠ્યપુસ્તકો માં સમાવેશ કરવા માંગ કરી)

વિજાપુર સ્વયંમ સૈનિક દલ દ્વારા મામલતદાર ને જુદાજુદા બે આવેદનપત્ર સુપ્રદ કરી ગુજરાત પાઠય પુસ્તક મંડળ દ્વારા શાળા માં ધોરણ 12 સમાજવિદ્યા પુસ્તક માં બૌધ્ધ ધર્મ વિશે ની માહીતી દૂર કરવા રજૂઆત કરી

(શાળમાં સમાન ધર્મો ને ન્યાય આપી ભગવદ્દ ગીતા સાથે દરેક ધર્મના મૂલ્યો સિધ્ધાંતો પાઠ્યપુસ્તકો માં સમાવેશ કરવા માંગ કરી)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્વયંમ સૈનિક દલ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કરી ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 12 ના સમાજવિદ્યા ના વિષયમાં બૌધ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપેલી છે. તે દૂર કરી સત્ય માહીતી છાપવા બાબતે બૌધ્ધ સમુદાયના ધાર્મીક લોકોએ રજૂઆત કરી હતી અને મામલતદાર જે એસ પટેલને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ આ આવેદનપત્ર સુપ્રદ કરતા બૌધ્ધ ધર્મના અનુયાયીઓ એ જણાવ્યું હતુકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ12 માટે તૈયાર કરેલ સમાજશાસ્ત્ર વિષય ના પુસ્તક માં બૌધ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડંત માહિતી ઓ આપવામાં આવી છે. જેને લઇને ગુજરાતમાં વસતા લાખો બૌધ્ધ સમુદાયના લોકોની ધાર્મીક લાગણી દુભાઈ છે. તેની નોંધ લઈ બૌધ્ધ ધર્મ વિશે લખાયેલ ખોટી માહીતીઓને દૂર કરી સત્ય હકીકત મૂકવી જેથી ભાવિ પેઢીને બૌધ્ધ ધર્મનો સત્ય પરિચય થાય દેશમાં મૈત્રી અને સમાનતા ના ગુણો નો લોકોમાં વિકાસ થાય બૌધ્ધ ધર્મના વિશે અને તેમના અનુયાયીઓ વિશે સમાજશાસ્ત્ર ધોરણ 12 ના અભ્યાસમાં ખોટી રીતે ટાંકેલા મુદ્દાઓ દૂર કરવા ની માંગ કરી હતી. સાથોસાથ અન્ય એક આવેદનપત્ર પત્ર માં જણાવ્યું હતુંકે ભારત દેશ ના બંધારણ માં આપેલ મૂળભૂત અધિકારો માં ધર્મ અને ઉપાસના ની સ્વતંત્રતા ની જોગવાઈ છે. ગુજરાત સરકારે હાલમાં ધોરણ 6,7,8 ના પાઠય પુસ્તકો માં શ્રીમદ્દ ભાગવત ગીતાના મૂલ્યો અને મૂલ્યો સિધ્ધાંતો અભ્યાસ ક્રમ માં શરૂ કર્યું છે. ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણ ની વાતો હોય તો શાળામાં ભણતાં દરેક ધર્મ સમુદાય ના લોકો ના ધાર્મીક મૂલ્યો સિધ્ધાંતો પણ પુસ્તક સ્વરૂપ દાખલ કરી બાળકો ને ભણાવવા જોઈએ જૉ એકજ ધર્મ ને અભ્યાસ ક્રમ ને લઈને અન્ય ધર્મો ઉપર ખતરો ઉભો થઇ શકે છે જેનાથી ધર્મ વૈમનસ્ય ફેલાવવા નો ભય ઉભો થાય છે. જેથી હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ બૌધ્ધ પારસી જૈન સહિતના ધર્મના મૂલ્યો અને સિધ્ધાંતો સામેલ કરી દરેક ધર્મ ના પુસ્તક ભણાવવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button