ક્રાંતિકારી લોકનાયક બિરસા મુંડાની પુણ્યતિથી નિમિતે રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી..
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોની સામે લડત આપનાર લોક નાયક એવા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિતે રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, બિરસા મુંડા વનવાસીઓ સહિત સમગ્ર જનજાતિ સમાજના લોકનાયક, અને મસીહા છે. તેઓની આજે પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ તેઓના જીવન ચરિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા જય બિરસા મુંડાના નારા લગાવી પુષ્પાંજલિ અર્પી કરી તેઓના જીવન ચારિત્રને યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે આદિવાસી અગ્રણી ધનરાજ વસાવા. કાંતિ ભાઈ વસાવા,રોબિન ભગત તેમજ આદિવાસી સમાજ ના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી