ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળ પર બેઠેલા કર્મચારીઓ ની મુલાકાત લેતા ભાજપ સાંસદ, આપ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અગ્રણીઓ….

ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળિયા કર્મચારીઓ ની મુલાકાત લેતા ભાજપ સાંસદ, આપ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અગ્રણીઓ….





રાજકરણ કોરાણે મૂકી તમામે કર્મચારીઓ ને ન્યાય અપાવવા ની ખાતરી આપી…
ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસ થી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસ ના અગ્રણીઓએ આગળ આવી મુદ્દે રજૂઆત કરી છે…. ઝઘડિયા જીઆઇડીસી ની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા છ દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે . તેઓના સમર્થનમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, મિતેશભાઈ પઢીયાર , વૈભવ વસાવા સહિત સામાજિક આગેવાનો આગળ આવ્યા હતા.અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ ધ્વારા ચર્ચા કરવામાં આવી હતી.આ મુદ્દે કંપની સત્તાધીશો દ્વારા ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને કંપની દ્વારા આ ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું પરંતુ હાલ તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે તેમ છે. હવે જોવું રહ્યું કે આ ત્રણ દિવસમાં કંપનીના કર્મચારીઓની માંગણીઓને સંતોષવામાં આવે છે કે પછી પ્રજાના પ્રતિનિધિઓની પણ અવગણના કરવામાં આવે છે
ઈરફાનખત્રી
રાજપારડી




