વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈથી આહવા જતા રોડ ઉપર ભવાડી ફાટક નજીક વળાંકમાં બોલેરો જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બોલેરો જીપ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.આહવાનાં ભવાનદગડ ગામ ખાતે રહેતા સંદીપ સોન્યાભાઈ હિલીમ (ઉ. વ.30) પોતાના હવાલાની બોલેરો જીપ ગાડી રજી નં.GJ.30.T.8883 પર સવાર થઈને રસ્તા ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ગાડી હંકારી લાવ્યા હતા. વઘઈથી આહવા જતા રોડ ઉપર ભવાડી ફાટક નજીક વળાંકમાંથી પસાર થતી વેળાએ બોલેરો જીપ ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં આવેલ પ્રોટેક્શન દિવાલ સાથે અથડાતા ઘટના સ્થળે ગંભીર અક્સ્માત સર્જાયો હતો અને ગાડી પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં બોલેરો ચાલક સંદીપભાઇને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતુ.અને ગાડીમાં સવાર અન્ય એક યુવક હિતેશભાઈને આંખના ભાગે ઈજા પહોંચી હતી.આ અકસ્માતને પગલે વઘઈ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..